અમદાવાદમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી (Fire Safety) અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કાર્યવાહી યથાવત્ છે. આજે, સરસપુર વિસ્તારમાં આવેલી અંકુર હોસ્પિટલને સીલ (Seal) કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અંકુર હોસ્પિટલ પાસે ફાયર NOC અને BU પરમિશન બંને નહોતા.


સુરક્ષાને લઈને AMCની કડક કાર્યવાહી

AUDA ના નિયમોનું પાલન ન કરવા અને દર્દીઓની સુરક્ષા માટે જરૂરી સુવિધાઓ ઊભી ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે પણ AMC દ્વારા શહેરની 9 હોસ્પિટલોને સીલ કરવામાં આવી હતી. હોસ્પિટલ સંચાલકોને દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિયત સમયમાં તેઓ જરૂરી કાગળો રજૂ કરી શક્યા નહોતા, જેને પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નિયમ મુજબની સુવિધાઓ અને દસ્તાવેજો રજૂ નહીં થાય, ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Surat પોલીસ ચોપડે ફરી ચડ્યું કીર્તિ પટેલનું નામ, અપશબ્દોના કેસમાં લસકાણા પોલીસે ગુનો નોંધ્યો 

  • Follow us on: