કીર્તિ પટેલ (Kirti Patel) વિરુદ્ધ સુરત (Surat) શહેરમાં વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશન (Laskana Police Station) માં તેમની સામે ફરિયાદીને અપશબ્દો બોલવા અને બદનામ કરવા બદલ ગુનો દાખલ થયો છે. ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે ફરિયાદીને જાહેરમાં ગાળો ભાંડી અને બદનામ કરવાના ઈરાદે કૃત્ય કર્યું હતું.
વિવાદ ક્વીન કીર્તિ પટેલ
ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો પ્રથમ નથી. અગાઉ પણ તેમના પર વરાછા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં કીર્તિ પટેલ પાસા (PASA) એક્ટ હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી, અને આ નવી ફરિયાદથી તેમના કાયદાકીય પડકારોમાં વધારો થયો છે.
