સુરત સાયબર સેલે 800 કરોડ રૂપિયાના કથિત સાયબર ફ્રોડ કેસમાં વધુ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ બંને આરોપીઓ બેંગકોક અને વિયેતનામથી ઓનલાઈન ગેમિંગ ફંડ ટ્રાન્સફરનું આખું રેકેટ ચલાવતા હતા. સુરત પોલીસે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમદાવાદના કુખ્યાત આરોપી જોન રેપર ઉર્ફે જતીન ઠક્કર અને મહેસાણાના દીપ ઠક્કર ને ઝડપી પાડ્યા છે.


ઓનલાઈન ગેમિંગ ફંડના નામે છેતરપિંડી

તમને જણાવી દઈએ કે, પોલીસ તપાસમાં તેમની પાસેથી કુલ 36 બેંક ખાતાઓ મળી આવ્યા છે. આ આરોપીઓ 50 જેટલા મર્ચન્ટ પાસેથી ગેરકાયદેસર રીતે ગેમિંગ ફંડ મેળવીને ઓનલાઇન ટ્રાન્સફર કરતા હતા. અગાઉ આ જ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે વધુ બે મુખ્ય સૂત્રધારો ઝડપાયા છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર રેકેટના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા માટે સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Rajkot માં પ્રેમસંબંધના કારણે મહિલાનો આપઘાતનો પ્રયાસ! પોલીસે તાત્કાલિક કાઉન્સેલિંગ કરી બચાવી 



  • Follow us on: