ગુજરાતમાં હવામાનની સ્થિતિ પલટાવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને વરસાદી માહોલ અંગે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, અખાત્રીજની આસપાસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.


પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અખાત્રીજની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

22 એપ્રિલથી ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે

વરસાદી આગાહીની સાથે જ અંબાલાલ પટેલે આકરી ગરમીનો સંકેત પણ આપ્યો છે. આગામી 22 એપ્રિલથી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મહત્તમ તાપમાન 42°C ની આસપાસ પહોંચી જવાની શક્યતા છે, જેને કારણે લોકોએ આકરા તાપનો સામનો કરવો પડશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

આગાહી મુજબ, 28 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) ની અસરના કારણે હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળશે. આ પશ્ચિમ વિક્ષેપની અસરથી મે મહિનાની શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે. આમ, અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ ગરમી અને અચાનક આવતા વરસાદ એમ બંને માટે તૈયાર રહેવું પડશે.


આ પણ વાંચો - Ahmedabadમાં આગામી સાત સુધી હીટવેવનું યલો એલર્ટ, જાણો ગરમીથી બચવા માટે શું કરશો?


  • Follow us on: