ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થઈ શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવરજવર રહેશે. જેના કારણે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે અને વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 20થી 23 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ મહિનાના અંતમાં અંગદઝાડતી ગરમીનો અનુભવ થશે. એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થઈ શકે છે.













