રાજ્યમાં આઠ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે આકરી ગરમીની કરી આગાહી કરી છે. આગામી દિવસમા ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા છે. 11થી 12મેના રોજ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. વરસાદ અને ગરમીની બેવડી ઋુતુમાં રોગચાળો પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. 13 અને 14 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 18થી 23 મે દરમિયાન રાજ્યના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. દેશના અનેક ભાગોમાં આંધી અને વંટોળ સાથે વરસાદની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 20 મે બાદ પવનની ગતિ વધતા લોકોને સાવચેત રહેવું જરૂરી છે.
