રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 11મી મે સુધી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગરમી અને ઉકળાટમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.

9 થી 12 તારીખ સુધી રાજ્યમાં યેલો એલર્ટ

રાજ્યમાં આઠ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે આકરી ગરમીની કરી આગાહી કરી છે. આગામી દિવસમા ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા છે. 11થી 12મેના રોજ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. વરસાદ અને ગરમીની બેવડી ઋુતુમાં રોગચાળો પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

રાજકોટ ગરમીનો હાહાકાર

બીજી તરફ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટ શહેરમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. શહેરમાં 18 વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગર રોડ ઉપર 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આકરી ગરમીથી આજે પણ કોઈ રાહત નહીં મળે. ઊંચા તાપમાનથી લૂ લાગવાના કેસ વધ્યા છે.


આ પણ વાંચોઃ Banaskantha News:કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? ગુલાબસિંહ રાજપૂતે આપ્યો જવાબ