બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શન અને હારને લઈને સ્ફોટક નિવેદન આપ્યું છે. વાવ અને થરાદ સહિત જિલ્લાની બેઠકો પર થયેલી હાર માટે તેમણે પક્ષના જ નારાજ કાર્યકરો અને નેતાઓને જવાબદાર ગણાવ્યા છે.
ટિકિટ ન મળતા પક્ષ વિરોધી કામગીરીનો આરોપ
ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારોની સામાન્ય માર્જિનથી હાર થઈ છે, ત્યાં કોંગ્રેસના જ લોકો જવાબદાર છે. ટિકિટ ફાળવણી સમયે જે નેતાઓને ટિકિટ ન હતી મળી, તેઓનું મનદુઃખ મતદાનના દિવસ સુધી ચાલુ રહ્યું હતું. ટિકિટ માંગનારા ઉમેદવારોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરૂદ્ધ કામ કર્યું હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.
