બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે ગરમીનો પારો 40°C એ પહોંચ્યો હતો, જેના કારણે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે સાંજના સમયે વરસેલા વરસાદે લોકોને મોટી રાહત આપી છે.
પશુ-પંખીઓમાં આનંદ
દાંતા પંથકમાં આકાશ વાદળછાયું બન્યા બાદ મોટા અમી છાંટા પડવાનું શરૂ થયું હતું. સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયા હતા અને ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જેનાથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
