બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા નેશનલ હાઈવે પર અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમીરગઢના ઘનપુરા ગામ નજીક ફોરલેન હાઇવે ક્રોસ કરી રહેલા એક રાહદારીને પૂરઝડપે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને પકડી પાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. લોકોમાં હાઈવે પર વધતી જતી વાહનોની ગતિને લઈને રોષ જોવા મળ્યો હતો.
