ગુજરાતમાં આજે ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે.હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.
6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાની સાથે વરસાદની આગાહી કરી છે. વાદળછાયુ વાતાવરણ થતાં જ ગરમીમાં ઘટાડો થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6થી 12મી મે દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આંધી અને વરસાદ સાથે પ્રિમોન્સૂન વરસાદ આવશે. આઠમી મે બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચશે. બદલાતા હવામાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી જશે.













