રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગર 45.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું છે. અમદાવાદીઓ 43.7 ડિગ્રી તાપમાનમાં શેકાયા છે. કચ્છના કંડલામાં તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીમાં ઘટાડો થવાના સંકેત આપ્યા છે.

અંબાલાલ પટેલની હવામાન આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ધીમે ધીમે ગરમીથી રાહત મળશે. 16મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. 18થી 23 મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શક્ય છે. રાજ્યમાં 8થી 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરની શક્યતાઓ છે. 23થી 28 જૂન સારા વરસાદની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે.

આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા પ્રમાણે, આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ અલર્ટ છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: આવતીકાલથી 300 નવી બસ દોડતી કરાશે, સરકારી કર્મીઓને ગાંધીનગરમાં બેઠક માટે નહી બોલાવાય: હર્ષ સંઘવી