ગુજરાતમાં હાલ સૂકા હવામાનની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે મહત્ત્વની આગાહી કરી છે.28 માર્ચની રાત્રિથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી 29 માર્ચથી માવઠાની આગાહી કરાઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 28 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ છે. 12 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચક્રવાતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. 11થી 20 મે સુધી વંટોળ અને વરસાદની આગાહી કરવામાં આવી છે. 24મેથી 4 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શકયતા સેવાઈ રહી છે.
