અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટી ઝુંબેશ હાથ ધરી છે. વારંવાર એક જ તેલનો ઉપયોગ કરીને ફરસાણ બનાવતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા 50 ફરસાણ વેપારીઓને AMC દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વેપારીઓ FSSAI (Food Safety and Standards Authority of India)ના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.


AMCનું આરોગ્ય મિશન

નિયમ મુજબ, ખાદ્ય તેલમાં TPC (Total Polar Compounds)નું પ્રમાણ 25 ટકાથી વધવું ન જોઈએ, જે વારંવાર ઉપયોગ કરવાથી વધે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આરોગ્ય વિભાગે વેપારીઓને તેલના વપરાશનું રજીસ્ટર જાળવવા માટે પણ આદેશ આપ્યો છે. જે વેપારીઓને નોટિસ ફટકારાઈ છે તેમાં જાણીતા નામોનો પણ સમાવેશ થાય છે. જેમ કે, નરોડાના ગ્વાલિયા સ્વીટ અને સમ્રાટ નમકીન, આસ્ટોડીયા ભજીયા હાઉસ, મણિનગરના લિજ્જત ખમણ, ગોતાના અંબિકા દાળવડા અને સ્ટેડિયમ વિસ્તારના ન્યુ ઓસવાલ રેસ્ટોરન્ટ. AMCના આ પગલાથી ફરસાણના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad ના વેજલપુર પોલીસે મોટા કોલ સેન્ટર રેકેટના પ્રોસેસરને દબોચ્યો, સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા થતું હતું સંચાલન