અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓને એસવીપી હોસ્પિટલમાં પગાર આધારિત ઇનડોર કેશલેસ સારવાર મળશે.જ્યારે ઓપીડી અને દવાઓ માટે રિએમ્બર્સમેન્ટની જૂની પદ્ધતિ ચાલુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર આધારિત કેશલેસ ઇન્ડોર સારવાર યોજના અમલમાં મુકાઈ છે. નવી વ્યવસ્થા મુજબ સાતમા પગાર પંચના લેવલ અથવા છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પેના આધારે રૂમ ફાળવાશે.
પેન્શનરો અને તેમના નિર્ભર આશ્રિતોને મળશે
લેવલ 12 અથવા ગ્રેડ પે 7600 થી વધુ ધરાવતા અધિકારીઓને ડીલક્સ રૂમ મળશે.જ્યારે લેવલ 8 થી 11 સુધીના કર્મચારીઓને ડબલ શેરિંગ રૂમ આપવામાં આવશે. લેવલ 6થી 7 માટે ટ્રિપલ શેરિંગ અને 4200 થી ઓછા ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓ માટે જનરલ વોર્ડ નક્કી કરાયો છે.આ કેશલેસ સુવિધા માત્ર ઇન્ડોર સારવાર માટે લાગુ રહેશે.OPD સારવાર અને ડિસ્ચાર્જ બાદની દવાઓ માટે હાલની મેડિકલ રિએમ્બર્સમેન્ટ પદ્ધતિ યથાવત રાખવામાં આવી છે.યોજનાનો લાભ AMC-U વર્તમાન કર્મચારીઓ, પેન્શનરો અને તેમના નિર્ભર આશ્રિતોને મળશે.
