વધતા જતા વાહનો અને ટ્રાફિક જામની સમસ્યાથી પીડાતા અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે 100 જેટલા વ્યસ્ત જંક્શન (ચોક) પર સુધારા કરવાનું કામ હાથ ધર્યું છે.

જંક્શન રી-ડિઝાઇનિંગ અને પ્રગતિ

AMC એ ટ્રાફિક એન્જિનિયરિંગની મદદથી 100 જંક્શનની ઓળખ કરી છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે.હાલમાં 37 જંક્શન પર આધુનિકીકરણનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.12 જંક્શન પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.બાકીના જંક્શન પર તબક્કાવાર કામ શરૂ કરવામાં આવશે.

લેફ્ટ ટર્ન ફ્રી અને સાઈન બોર્ડ

ટ્રાફિક ફ્લો જાળવી રાખવા માટે AMC એ અત્યાર સુધીમાં ૭૬ મહત્વની જગ્યાઓ પર લેફ્ટ ટર્ન (ડાબી બાજુનો વળાંક) ફ્રી કરી દીધા છે. આ નિર્ણયથી સિગ્નલ પર વાહનોની લાંબી કતારો ઓછી થશે અને વાહનચાલકો સીધા આગળ વધી શકશે. આ ઉપરાંત, વાહનચાલકોને દિશા અને નિયમોની સ્પષ્ટ જાણકારી મળે તે માટે નવા ટ્રાફિક સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં