વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયો છે. મૂળ બનાસકાંઠાનો વતની અને અહીં તબીબી અભ્યાસ કરતો યુવક લાપતા થતા રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.
હોસ્ટેલ છોડ્યા બાદ રહસ્ય વધ્યું
મળતી માહિતી મુજબ, ગુમ થયેલ વિદ્યાર્થીનું નામ પારસ મકવાણા છે. પારસ બરોડા મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને કોલેજની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભણતર પૂરું કરી રહ્યો હતો. ગત મંગળવારે પારસ હોસ્ટેલમાંથી પોતાની સાથે ₹1600 રોકડા લઈને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો નથી.










