અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોના રહીશો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે ત્રણ મેના રોજ અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના કેટલાક વોર્ડમાં પાણી પુરવઠાને અસર થશે, જેના કારણે નાગરિકોએ પાણીનો સંગ્રહ કરી લેવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
કયા વિસ્તારોમાં થશે અસર?
તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, દક્ષિણ ઝોનમાં આવતા રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા ઓછા દબાણથી પાણી મળશે. રાસ્કા કેનાલ ખાતે હાથ ધરવામાં આવનાર જરૂરી મેન્ટેનન્સ અને ટેકનિકલ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
