અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા છે. આજે AMCની ટીમો દ્વારા કુલ 110 એકમમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે એકમોને સીલ કરી દેવાયા છે.
નિયમોના ઉલ્લંઘન બદલ 79 એકમને નોટિસ
સીલ કરાયેલા એકમોમાં થલતેજ વિસ્તારનું મેપલ ટ્રેડ સેન્ટર અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલું એક લેડિઝ ટેલર સામેલ છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા 79 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન AMCએ કુલ 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કુલ ₹ 65,500 નો દંડ વસૂલ્યો છે.













