આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘દાસ ખમણ’ ના એકમને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.


ગંદકી અને અખાદ્ય પદાર્થો મળતા કાર્યવાહી

આરોગ્ય વિભાગની ટીમે જ્યારે નિકોલ સ્થિત દાસ ખમણના એકમ પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાં ભારે ગંદકી જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે,ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યાએ પૂરતી સાફ-સફાઈનો અભાવ હતો.એકમમાંથી માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા.હાઇજેનિક ધોરણોનું પાલન ન થતું હોવાથી તંત્રએ તાત્કાલિક અસરથી આ એકમને સીલ કરી દીધું છે.

તહેવારોને લઈ ચેકિંગ તેજ

ઉત્તરાયણ દરમિયાન ચિક્કી, ઊંધિયું અને જલેબી જેવા ખાદ્ય પદાર્થોની માંગ ખૂબ વધી જતી હોય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી AMC એ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર નમૂના લેવાની અને સ્વચ્છતા ચકાસવાની કામગીરી તેજ કરી છે.

આ પણ વાંચો: ભેસ્તાનની કુખ્યાત દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 5 ઝડપાયા




  • Follow us on: