અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના જાહેર પરિવહનને સ્માર્ટ અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 800 જેટલા આધુનિક 'સ્માર્ટ બસ શેલ્ટર' બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે, જે મુસાફરોના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.
AMTS દ્વારા સ્માર્ટ બસ શેલ્ટર બનાવવાની યોજના
આ નવા શેલ્ટરો સંપૂર્ણપણે સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવશે, જેથી તે લાંબા સમય સુધી ટકાઉ રહે અને શહેરની સુંદરતામાં વધારો કરે. મુસાફરોને બસના આગમન વિશે જાણકારી આપવા માટે ખાસ ETA ડિસ્પ્લે સ્ક્રીન મૂકવામાં આવશે. આ સાથે ડિજિટલ LED ડિસ્પ્લે પેનલ દ્વારા જાહેર જનતા માટેની માહિતી અને અન્ય અપડેટ્સ દર્શાવવામાં આવશે. મહિલાઓ અને અન્ય મુસાફરોની સુરક્ષા માટે દરેક સ્માર્ટ શેલ્ટરમાં CCTV કેમેરા લગાવવામાં આવશે, જેનાથી સતત દેખરેખ રાખી શકાશે. મુસાફરો સરળતાથી પોતાનો રૂટ સમજી શકે તે માટે શેલ્ટરમાં પ્રકાશિત રૂટ મેપ પણ મૂકવામાં આવશે.










