પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દરિયાઈ સુરક્ષા બાબતે 'રેડ એલર્ટ' જેવી સ્થિતિમાં કામગીરી શરૂ કરી છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અત્યંત સઘન સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી છે.


સુરક્ષા ઓપરેશનની વિગત

મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જામનગરના નવા-જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર, જોડિયા ભુંગા, ખારા બેરાજા અને એરફોર્સ દરિયાઈ રેન્જ સહિતના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું છે. દરિયામાં જોવા મળતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જામનગરમાં સુરક્ષા વધી

ટાસ્ક ફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાંતિ કાળમાં રાખવામાં આવેલી આ તકેદારી જ ભવિષ્યના સંકટોને ટાળવા માટે સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ સમગ્ર સુરક્ષા કવાયત એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડી.જી.પી. અમિતકુમાર વિશ્વકર્મા તથા આઈ.જી. પી. એલ. માલના માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરના પી.આઈ. ડી.આર. યાદવ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Dang: 'પૈસા ડબલ' કરવાની લાલચ ભારે પડી, 15.40 લાખની છેતરપિંડી કરનાર ઠગ એજન્ટ ઝડપાયો

  • Follow us on: