અમદાવાદના દધિચી બ્રિજની જર્જરિત હાલતે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે. બ્રિજ પર મોટા મોટા ગાબડા પડવાને કારણે અંદરના લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, તંત્ર દ્વારા રિપેરિંગના નામે માત્ર 'થિગડાં' મારવાની કામગીરી કરવામાં આવી હતી, જે ગણતરીના કલાકોમાં જ બેસી જતાં તંત્રની પોકળ કામગીરી ખુલ્લી પડી ગઈ છે. મજબૂત બ્રિજના દાવાઓ વચ્ચે સળિયા દેખાતી આ સ્થિતિ તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરી રહી છે.


ભ્રષ્ટાચારના ગાબડા?

બ્રિજની આવી દયનીય સ્થિતિને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને મુસાફરોનો આક્ષેપ છે કે તંત્રને માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવાની આદત પડી ગઈ છે, જેના કારણે ટેક્સ ભરતી જનતાના જીવ જોખમમાં મુકાય છે. વારંવાર રજૂઆતો છતાં મજબૂત સમારકામ કરવાને બદલે માત્ર સંતોષ ખાતર થિગડાં મારીને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. દધિચી બ્રિજ પરના આ દ્રશ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર અને આળસનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot માં 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, પાર્કિંગ માટે મનપાનું બોર્ડ ઉખેડ્યું!



  • Follow us on: