અમદાવાદમાં પોલીસ સાથે સતત ઘર્ષણમાં ઉતરતી એક વિવાદાસ્પદ મહિલાની વધુ એક કરતૂત સામે આવતા ભારે ચર્ચા જાગી છે. આ એ જ મહિલા છે જેણે બે મહિના પહેલા પણ પોલીસ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને હવે તેનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે મહિલાએ ફરજ પરની એક ટ્રાફિક મહિલા પોલીસકર્મી સાથે જાહેરમાં તકરાર કરી હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં મહિલા પોલીસ સાથે બોલાચાલી કરતી અને કાયદાનો ડર રાખ્યા વગર દાદાગીરી કરતી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.


ખાખી પર પાયાવિહોણા આક્ષેપ

વાયરલ થયેલા નવા વીડિયોમાં મહિલા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. તેણે ફરજ પરની મહિલા પોલીસકર્મી પર પાયાવિહોણા આક્ષેપો કરતા કહ્યું હતું કે પોલીસકર્મી તેની પાસે પૈસા માંગી રહી છે. એટલું જ નહીં, આ મહિલાએ પિત્તો ગુમાવીને મહિલા પોલીસકર્મી સાથે અત્યંત બિભસ્ત અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અગાઉ પણ પોલીસ સાથે ગેરવર્તન કરનાર આ મહિલાના વારંવારના આવા વર્તનથી પોલીસ તંત્રની છબી ખરડાઈ રહી છે. હાલ આ વીડિયોના આધારે પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની તપાસ અને કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે 'મીંડું', મેદાનોની હાલત બદતર!

  • Follow us on: