ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે પવન અને વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે.
કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ: જામનગર, મોરબી અને કચ્છ પંથક. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી. ભરૂચ, સુરત, તાપી અને નર્મદા જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળી શકે છે.










