અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અંધશ્રદ્ધાના નામે અબોલ પશુઓની બલી ચઢાવવાની એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અંધશ્રદ્ધામાં અંઘ બનેલા કેટલાક શખ્સો દ્વારા પશુઓની બલી આપવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું હતું, જેની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ અને પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી કરી હતી.
અંધશ્રદ્ધાના નામે અબોલ પશુઓની બલી
મળતી માહિતી મુજબ, સાણંદ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કોઈ વિધિ-વિધાન માટે કુલ 11 પાડાઓને બલી ચઢાવવા માટે લાવવામાં આવ્યા હતા. કમનસીબે, પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ નરાધમ આરોપીઓએ 5 પાડાઓની બલી ચઢાવી દીધી હતી. જોકે, ટીમની સમયસૂચકતાને કારણે બાકી રહેલા 6 પશુઓને મોતના મુખમાંથી આબાદ રીતે બચાવી લેવામાં આવ્યા છે.
