આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી આજે આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ઉમરેઠના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ (બસટોપ) અને તેની આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ
તંત્રની ટીમોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને રસ્તા પર ઊભા રહેતા ખાણી-પીણીની લારીઓ પર સઘન ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને વપરાતા તેલ-મસાલાની તપાસ. રસોડા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.










