અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર અથવા નિયમોનું પાલન કર્યા વગર ચાલતા પીજી (PG) એકમો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને પોશ ગણાતા બોડકદેવ વોર્ડમાં આવેલા પ્રેમચંદ નગર વિસ્તારમાં AMCની ટીમે ત્રાટકીને 25 જેટલા પીજી એકમોને સીલ કરી દીધા છે.


અમદાવાદમાં ચાલતા PG પર AMCની લાલ આંખ

AMCના જણાવ્યા અનુસાર, આ પીજી એકમો રહેણાંક સોસાયટીઓમાં વ્યાવસાયિક ધોરણે ચાલતા હતા. તંત્ર દ્વારા અગાઉ આ એકમોને નોટિસ આપવામાં આવી હતી. નિયત કરેલા નિયમોનું પાલન ન કરવું.જરૂરી પરવાનગી કે દસ્તાવેજો રજૂ ન કરવા.AMC દ્વારા અપાયેલી નોટિસનો સમયમર્યાદામાં જવાબ ન આપવો.વારંવારની સૂચના છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા, આજે બોડકદેવ વોર્ડની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સંચાલકોમાં ફફડાટ અને રોષ

એકસાથે 25 પીજી સીલ થતા જ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, પીજી સંચાલકોમાં આ કાર્યવાહીને લઈ નારાજગી પણ જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે અચાનક કરવામાં આવેલી આ કાર્યવાહીથી ત્યાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે મુશ્કેલી ઊભી થશે.

આ પણ વાંચો:Himatnagar: RTO સર્કલ પાસેથી હાઈબ્રિડ ગાંજો અને ચરસ સાથે બે ઝડપાયા



  • Follow us on: