ઉનાળાની શરૂઆત થતા જ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, પરંતુ તેની સીધી અસર લીંબુના ભાવ પર જોવા મળી રહી છે. વિટામિન-સીનો મુખ્ય સ્ત્રોત ગણાતા લીંબુ હવે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યા છે. અમદાવાદના વિવિધ શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવમાં 2026ની સીઝનનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.


લીંબુના ભાવમાં તોતિંગ વધારો

છેલ્લા થોડા દિવસોમાં લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. માર્કેટના આંકડા મુજબ કિલોએ 300 થી 380 સુધી પહોંચ્યા છે. ગત અઠવાડિયે જે લીંબુ 150 થી 200ની આસપાસ હતા, તે હવે 300ની સપાટી વટાવી ગયા છે.

વેપારીઓ અને ગૃહિણીઓનો સૂર

વેપારીઓના જણાવ્યા અનુસાર, ગરમી વધવાને કારણે બજારમાં લીંબુની માગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. તેની સામે યાર્ડમાં લીંબુની આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓનું માનવું છે કે હજુ થોડા દિવસો સુધી ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી નથી.બીજી તરફ, ગૃહિણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૃહિણીઓનું કહેવું છે કે, "ઉનાળામાં લીંબુ શરબત અને રસોઈમાં લીંબુની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ 300થી વધુનો ભાવ હોવાને કારણે હવે લીંબુ ખરીદવા વિચાર કરવો પડે છે. સરકાર દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ આવવું જરૂરી છે.

આ પણ વાંચો: Surat: કતારગામમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને આજીવન કેદ, કોર્ટે માત્ર એક વર્ષમાં આરોપીને કડક સજા ફટકારી

  • Follow us on: