સુરતના કતારગામ વિસ્તારમાં ગત વર્ષ 2025માં બનેલી અત્યંત ઘૃણાસ્પદ ઘટનામાં આજે સુરતની વિશેષ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. રાત્રિના સમયે ઊંઘતી માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારનાર આરોપી અજય વર્માને કોર્ટે મરણ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.

માનવતા લજવાય તેવું કૃત્ય

વર્ષ 2025માં કતારગામ વિસ્તારમાં આરોપી અજય વર્માએ મધ્યરાત્રિએ ઘરની બહાર સૂતેલી એક માસૂમ બાળકીને નિશાન બનાવી હતી. નરાધમે બાળકીનું અપહરણ કર્યું અને તેને નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ ગયો હતો. ત્યાં બાળકીનું મોઢું દબાવીને તેની સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર સુરત અને રાજ્યભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

કોર્ટનો કડક અભિગમ

સુરત કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને બાળકીની મનોસ્થિતિ તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી. પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે નોંધ્યું કે આવા ગુનેગારો સમાજ માટે જોખમી છે.

આ પણ વાંચો: Surendranagar: ધ્રાંગધ્રાના કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત, હળવદના દંપતીને નડ્યો અકસ્માત