બાવળાના શ્યામ કોમ્પલેક્ષસ પાસે આવેલી આસોપાલવ સોસાયટી પાસે આ ઘટના બની હતી, ઊંચા અવાજથી સાઉન્ડ વગાડવાની ફરિયાદ કરતા હત્યા કરવામાં આવી છે, આરોપી સુરેશ ઠક્કરે પ્રદીપને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે, હત્યાને લઇ બાવળા પોલીસે વધુ તપાસ હાથધરી છે, અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.


[[$googlead]]

બાવળામાં હત્યાનો બનાવ

મરણ જનાર પ્રદિપસિંહની ઉંમર વર્ષ 36 છે, અને રાત્રે 10:15 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે જેમાં મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો, આરોપી સુરેશ ઠક્કરે ઉપરા છાપરી છાતીના ભાગે છરીના બે ઘા મારતા મૃતકને પ્રાથમિક સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ રાત્રીના સમયે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેમને બોપલની સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ જતા તેમનું મોત થયું હતુ.

બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના પરિવારની ફરિયાદ લઈ મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસનું કહેવું છે કે, આરોપી ટૂંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે અને તેને કાયદાનું ભાન પણ કરાવાશે.

[[$alsoread]]

આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં નકલી PSI દંપતીની ધરપકડ, લારીવાળા અને બાઇકચાલકને રૂપિયા ના આપી દાદાગીરી પણ કરી


  • Follow us on: