અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભોજવા ગામે આજે શનિવારના પવિત્ર દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગામના પૌરાણિક શિંગડાથર હનુમાનજી મંદિર ખાતે નીકળેલી શોભાયાત્રામાં મધમાખીઓના ઝુંડે હુમલો કરતા 30થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.
શોભાયાત્રામાં સર્જાઈ અફરાતફરી
પરંપરા મુજબ દર શનિવારે ભોજવા ગામથી સીમમાં આવેલા હનુમાનજી મંદિર સુધી ડીજે (DJ) ના તાલે શોભાયાત્રા નીકળે છે. આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા. દરમિયાન, રસ્તામાં આવેલા એક મધપૂડામાંથી અચાનક મધમાખીઓનું ઝુંડ ઉડ્યું હતું અને શોભાયાત્રામાં સામેલ લોકો પર તૂટી પડ્યું હતું. ડીજેના અવાજ અથવા ધુમાડાને કારણે મધમાખીઓ ઉશ્કેરાઈ હોવાનું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે.










