અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ અને ટેક-ઓફ કરતી વખતે પક્ષીઓ વિમાન સાથે અથડાવવાની ઘટનાઓ (Bird Hit) સુરક્ષા માટે મોટો પડકાર બની રહી છે. આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરિટીએ સંયુક્ત રીતે કડક નિર્ણય લીધો છે.

પક્ષીઓ વિમાન સાથે અથડાવવાની ઘટનાઓ પડકાર 

એરપોર્ટની અત્યંત નજીક આવેલા અસારવા અને ચમનપુરા જેવા વિસ્તારોમાં ખુલ્લામાં નોનવેજ (માંસ-મટન) ના વેચાણને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ, ખાસ કરીને સમડી અને કાગડાઓ એકઠા થતા હોય છે. આ પક્ષીઓ ઘણીવાર વિમાનોના એન્જિનમાં ફસાઈ જાય છે અથવા વિમાન સાથે અથડાય છે, જેનાથી વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ શકે છે અને સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

AMC અને એરપોર્ટની સંયુક્ત કાર્યવાહી

તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધના ચેતવણી બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.AMC દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવેથી આ વિસ્તારોમાં કોઈ પણ દુકાન કે લારી-ગલ્લા પર માંસ-મટનનું વેચાણ કરી શકાશે નહીં. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરતા ઝડપાશે, તો તેની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને લાયસન્સ પણ રદ થઈ શકે છે.

આ પણ વાંચો: Surat: સુમુલ ડેરીની ચૂંટણીનું જાહેર થયું જાહેરનામું, કલેક્ટરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું