અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ફરી એકવાર હાઈવે પર બેફામ દોડતા વાહનોએ એક નિર્દોષનો ભોગ લીધો છે. બાવળા નજીક આવેલા રામનગર પાટિયા પાસે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
બાવળામાં હિટ એન્ડ રનમાં 1નું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, રામનગર પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહને પૂરઝડપે આવીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક સવાર રોડ પર ફંગોળાયો હતો અને તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાની ગાડી લઈ માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
