મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં કમળાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બાલાસિનોરમાં કમળાના આંકડો 378 પર પહોંચતા જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી.
બાલાસિનોર શહેરમાં કમળાના કેસોમાં વધારો
કલેક્ટરે હોસ્પિટલના કમળા વોર્ડમાં જઈને સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે દર્દીઓને મળી રહેલી આરોગ્યલક્ષી સુવિધાઓ અને દવાની ઉપલબ્ધતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. હોસ્પિટલના અધિકારીઓને સારવારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.










