અમદાવાદના અસલાલી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો છે. માત્ર ખર્ચના પૈસાના હિસાબ બાબતે થયેલી બોલાચાલીમાં એક ડ્રાઈવરે તેના જ સાથી ડ્રાઈવરના માથામાં ટિફિન મારીને તેને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે.


અસલાલી વિસ્તારમાં નજીવી બાબતે હત્યા

મળતી માહિતી મુજબ, મૃતક સુનિલ તિવારી (ઉંમર 42 વર્ષ) અને આરોપી યોગેશ દ્વિવેદી બંને વ્યવસાયે ડ્રાઈવર હતા અને સાથે કામ કરતા હતા. ઘટનાના દિવસે બંને વચ્ચે સાથે કરેલા ખર્ચના પૈસાના હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવીને યોગેશ દ્વિવેદીએ સુનિલ તિવારીના માથાના ભાગે જોરદાર ટિફિન ફટકારી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થવાને કારણે સુનિલ તિવારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસની કાર્યવાહી

હત્યાના આ બનાવની જાણ થતા જ અસલાલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી યોગેશ દ્વિવેદીની અટકાયત કરી લીધી છે.

આ પણ વાંચો: પોલીસ કમિશનરનું કડક જાહેરનામું, સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTOના 100 મીટરમાં એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ

  • Follow us on: