અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા દાણીલીમડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાળકો વચ્ચે રમતા-રમતા થયેલી તકરારમાં મોટાઓ કૂદી પડતા મામલો છરીબાજી સુધી પહોંચ્યો હતો.
સામસામે ગાળાગાળી થતા પાડોશીએ કાઢી છરી
વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે સમજાવવા કે ટોકવા ગયેલા પાડોશીઓ વચ્ચે પણ ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી, સામસામે ગાળાગાળી થતા એક પાડોશીએ આવેશમાં આવી જઈને તીક્ષ્ણ છરી કાઢી હતી. હુમલાખોરે અન્ય વ્યક્તિ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ઈજાગ્રસ્ત વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.













