અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હરીપુરા પાટિયા નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષામાં સવાર એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ મહિલાને બચાવી શકાઈ નહોતી. દુર્ઘટના બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો.


પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ ધંધુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. હાલમાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Vadodara News : વાઘોડિયા રોડ પર પોલીસની મેગા રેડ, સનરાઇઝ કોમ્પલેક્સના ભોંયરામાં ચાલતું કૂટણખાનું પકડાયું

  • Follow us on: