વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્સમાં પોલીસે એક અત્યંત ચોંકાવનારા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે અહીં રહેણાંક મકાનની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પરંતુ દરોડા દરમિયાન જે સત્ય બહાર આવ્યું તે જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. કૂટણખાનાની સંચાલિકા ચંદ્રિકા શાહે પકડાઈ જવાના ડરથી મકાનની નીચે એક અત્યંત ગુપ્ત ભોંયરુ તૈયાર કરાવ્યું હતું, જ્યાંથી દેહવ્યાપારનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. પોલીસે આ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી બે ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.


ચંદ્રિકા શાહનો કાળો કારોબાર

આ દરોડામાં પોલીસે ગુપ્ત ભોંયરામાં ગોંધી રાખવામાં આવેલી એક સગીરા સહિત કુલ 11 યુવતીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી છે. આ યુવતીઓને આર્થિક લાલચ આપી અથવા મજબૂરીનો લાભ ઉઠાવી આ ગંદા કામમાં ધકેલવામાં આવી હોવાની આશંકા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન મુખ્ય સંચાલિકા ચંદ્રિકા શાહ નાસી છૂટવામાં સફળ રહી છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય કોણ કોણ સામેલ છે તેની સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara બાર એસોસિએશનમાં ચૂંટણીનો જંગ, 37 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો

  • Follow us on: