વડોદરામાં આજે બાર એસોસિએશનની વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણીનું મતદાન ઉત્સાહપૂર્વક યોજાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં કુલ 37 ઉમેદવારો મેદાનમાં છે, જેમની પસંદગી કરવા માટે શહેરના 4515 વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં પારદર્શિતા વધારવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. બંન્ને પક્ષોએ મતદાન મથક પર શક્તિ પ્રદર્શન કરીને પોતાની જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે.
સવારથી જ વકીલોની ભારે ભીડ













