શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માનસી ચાર રસ્તા પાસે ચેઇન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના બની છે. જોકે, સ્થાનિક લોકોની સતર્કતાને કારણે લૂંટારુઓ તેમના મનસૂબામાં સફળ થઈ શક્યા નથી અને હાલ પોલીસના સકંજામાં છે.


માનસી ચાર રસ્તા પાસે ચેઇન સ્નેચિંગ

મળતી માહિતી મુજબ, વસ્ત્રાપુરના માનસી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી એક મહિલાને નિશાન બનાવી બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકોએ તેમના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મહિલા બાઇક પરથી નીચે પટકાતા તેમને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

બંને શખ્સોને લોકોએ પોલીસને હવાલે કર્યા

મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ચેઇન સ્નેચરો ભાગવાની કોશિશ કરે તે પહેલા જ જાગૃત નાગરિકોએ ઘેરો ઘાલી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને શખ્સોને લોકોએ પોલીસ ન આવે ત્યાં સુધી પકડી રાખ્યા હતા અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યા હતા.

આ પણ વાંચો: Surat: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને લીલીઝંડી



  • Follow us on: