દેશના ખેડૂતોના આર્થિક હિત અને કૃષિ ક્ષેત્રની મજબૂતી માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે દેશમાંથી 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનના વધુ સારા ભાવ મળવાની આશા જાગી છે.
ઘઉં અને ખાંડની નિકાસ કરવાની સત્તાવાર મંજૂરી
સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ હર્ષભેર વધાવી લીધો છે. સુરતના જાણીતા ખેડૂત આગેવાન જયેશ દેલાડે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "દેશમાં ઘઉં અને ખાંડનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસની જે છૂટ આપી છે, તેનાથી સ્થાનિક બજારોમાં સ્થિરતા જળવાશે અને ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળી રહેશે.
