અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને લક્ઝુરિયસ ક્રેટા કારમાં હેરાફેરી કરવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


મોટી માત્રામાં દારૂ અને મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન સફેદ કલરની ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 1,238 નંગ જથ્થો રિકવર કર્યો છે. વિદેશી દારૂ તથા બીયર (1,238 નંગ) કિંમત ₹ 6,08,592/-,સફેદ ક્રેટા કાર કિંમત ₹ 10,00,000/- મોબાઇલ ફોન અને નંબર પ્લેટ, કિંમત ₹ 10,000/-કુલ મુદ્દામાલ: ₹ 16,18,592 જપ્ત કર્યો છે.

આરોપીઓની વિગત

પોલીસે સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરી છે, જેનું નામ વિક્કી ઉર્ફે વિક્રમ લક્ષ્મણભાઇ પરીહાર (ઉંમર 35 વર્ષ, રહે. ધરતીનગર સોસાયટી, ત્રાગડ રોડ, સાબરમતી) છે. તે વ્યવસાયે ડ્રાઈવિંગ કરે છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા  સોનુભાઇ ઉર્ફે ભુંકપ અને લાલ કલરની એસ્ટીલો ગાડીમાં પાયલોટીંગ કરનાર બે અજાણ્યા શખ્સો અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો: અસલાલીમાં ડ્રાઈવરો વચ્ચે ખર્ચના હિસાબે લોહિયાળ જંગ, માથામાં ટિફિન મારી સાથી ડ્રાઈવરની કરપીણ હત્યા

  • Follow us on: