રાજ્યમાં અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ ડાંગ અને વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે બાદ બપોરના સમયે કમોસમી વરસાદે દસ્તક આપી હતી.
વાદળછાયા માહોલ બાદ કમોસમી વરસાદ
ડાંગ જિલ્લામાં સવારથી જ વાદળછાયા માહોલ બાદ બપોર પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જિલ્લા મથક આહવા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા અને તેના તળેટી વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ અને વરસાદી છાંટાને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોને ગરમીથી મોટી રાહત મળી છે.










