અમેરિકાના લૂઈસિયાના રાજ્યમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં થયેલા માસ શૂટિંગમાં 1થી 14 વર્ષની ઉંમરના 8 નિર્દોષ બાળકોના મોત થયા છે. આ બનાવે સમગ્ર દેશને હચમચાવી દીધો છે અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
લોકો ડરીને પોતાનો જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા
માહિતી મુજબ, આ ગોળીબાર એક રહેણાંક વિસ્તારમાં થયો હતો, જ્યાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ગોળીઓના અવાજથી લોકો ડરીને પોતાનો જીવ બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. આ હુમલામાં જીવ ગુમાવનાર બાળકોમાં સૌથી નાનું બાળક માત્ર 1 વર્ષનું હતું, જ્યારે અન્ય બાળકોની વય 14 વર્ષ સુધીની હતી, જેના કારણે આ ઘટના વધુ હૃદયદ્રાવક બની છે.













