અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આજે ફરી એકવાર બોમ્બની ધમકી (Bomb Threat)ને પગલે ખળભળાટ મચી ગયો હતો. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. ધમકી મળતા જ તાત્કાલિક અસરથી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું હતું.
નકલી ધમકી કે હકીકત?
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તુરંત જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), પોલીસ અને અન્ય તપાસ ટીમો એરપોર્ટ પર દોડી આવી હતી. હાલમાં વિમાનને આઇસોલેશન બેમાં લઈ જઈને તેની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ધમકી ખોટી છે કે કેમ, તેની ખાતરી કરવા માટે સુરક્ષાકર્મીઓ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. તાજેતરમાં પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળવાની આ વધુ એક ઘટના છે.













