અભિનેતા સંજય દત્તની આગામી ફિલ્મ 'ધુરંધર' તેના ડાયલોગ્સના કારણે કાયદાકીય વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં બલૂચ સમુદાયના અપમાનજનક સંવાદો હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. બલૂચ સમુદાયના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલા અમુક સંવાદો તેમના સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરે છે. આ વિવાદને પગલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને તે વિવાદાસ્પદ ભાગોને ફિલ્મમાંથી તાત્કાલિક અસરથી હટાવવા માટે માંગ કરવામાં આવી છે.

ફિલ્મ 'ધુરંધર' પર સંકટ

ગુજરાત હાઈકોર્ટમાં આજે આ મામલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજદારનું કહેવું છે કે મનોરંજનના નામે કોઈ ચોક્કસ સમુદાયની ગરિમાને હાનિ પહોંચાડી શકાય નહીં. ફિલ્મ મેકર્સ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ કોર્ટના વલણ પર સૌની નજર ટકેલી છે. જો કોર્ટ આ સંવાદો સામે વાંધો ઉઠાવશે, તો ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે સેન્સર બોર્ડના આદેશો અથવા કોર્ટના નિર્દેશ મુજબ તેમાં સુધારા કરવા પડી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad News : ડબ્બા ટ્રેડિંગ પર ED ની ઈકોનોમિકલ સ્ટ્રાઈક, અમદાવાદ-મુંબઈ સહિતના શહેરોમાં ફેલાયેલા રેકેટનો પર્દાફાશ