વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ના સંદર્ભમાં તૈયારીઓના ભાગરૂપે એક વિદેશી ટીમ હાલમાં ગુજરાતની મુલાકાતે છે. આ ટીમે આજે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી (GU) કેમ્પસની મુલાકાત લીધી હતી અને અહીંના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સની વિદેશી ટીમ ગુજરાતની મુલાકાતે
કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સંભવિત સ્થળો અને સુવિધાઓની ચકાસણી કરવાના હેતુથી આ વિદેશી ટીમે યુનિવર્સિટીના ટેનિસ કોર્ટ અને શૂટિંગ એકેડેમી સહિતની વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી
આ મુલાકાત બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં આવનારી ગેમ્સને ધ્યાનમાં રાખીને વિવિધ નવી ગેમ્સ માટે આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, વિદેશી ટીમે આપેલા સૂચનો અને માર્ગદર્શન મુજબ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી ફેરફારો અને અપગ્રેડેશન કરવામાં આવશે. આ મુલાકાત ગુજરાત માટે ગૌરવની વાત છે અને તે દર્શાવે છે કે રાજ્ય સરકાર ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોનું આયોજન કરવા માટે સક્રિય રીતે તૈયાર છે.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે, પલસાણા અંડરપાસ બનાવવાની ખાતરી આપી