અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 10 વર્ષની માસૂમ સગીરા સાથે તેના જ એક મિત્રએ શારીરિક અડપલાં કરી છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે નારોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિશ્વાસઘાત અને છેડતી
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર 10 વર્ષની સગીરા અને આરોપી વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ માસૂમ બાળકી સાથે અશોભનીય વર્તન કરી શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ હિંમત ભેગી કરી પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી.
