વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય ઘરેલુ ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બરાનપુરામાં રહેતા બંટી સોલંકી નામના શખ્સે પોતાની જ પત્ની રીટા સોલંકીની નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગળું દબાવ્યું અને પછી ચપ્પુના ઘા ઝીંક્યા

મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા પતિ બંટીએ પહેલા પત્નીનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ ઉશ્કેરાટમાં આવી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓના કારણે પત્ની રીટા સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

હત્યારો પતિ સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યો

હત્યાની આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ભાગવાને બદલે સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. વડોદરા પોલીસે તાત્કાલિક અસરથી આરોપી બંટી સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: પોલીસ અને મનપાનું સંકલન, ભીષણ ગરમીને લઈ શહેરના તમામ સિગ્નલો બપોરે 3 કલાક બંધ રહેશે